ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને રામ નવમી નિમિત્તે વઢવાણ વિધાનસભાના સક્રિય સભ્યોનું સંમેલન અને સન્માન સમારોહ

આજ રોજ ભારતીય જનતા પાર્ટીના 46માં સ્થાપના દિવસ અને રામ નવમીના પાવન દિવસે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ માન. શ્રી હિતેન્દ્રસિંહ જી ચૌહાણ, વઢવાણ શહેર ભાજપ પ્રમુખશ્રી દેવાંગભાઈ રાવલ અને ગ્રામ્ય મંડળના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વસવેલીયાના અભિવાદન માટે વઢવાણ વિધાનસભા દ્વારા સક્રિય સભ્યોના સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના […]

કેન્દ્રીય બજેટ 2025 અંતર્ગત ભાવનગર મહાનગર ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિતિ

કેન્દ્રીય બજેટ 2025 અંતર્ગત ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ તકે ભાવનગર મહાનગરના પ્રમુખશ્રી અભયસિંહ ચૌહાણ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી ભરતભાઈ બારડ, ભાવનગર નાગરિક સહકારી બેંકના પ્રમુખશ્રી પ્રભાતસિંહ ગોહિલ, પૂર્વ મેયર શ્રી સુરેશભાઈ ધાંધલિયા, અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી જગદીશભાઈ પાઠક, શ્રી મનોજભાઈ […]

રાજ્યકક્ષાની ફી રિવિઝન કમિટીના સદસ્ય તરીકે નિમણૂંક બાદ તા. 20 ફેબ્રુઆરીએ માન. અધ્યક્ષ શ્રી વી.પી. પટેલ સાહેબ, માન. ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્ર સરીન સાહેબ તથા પ્રતિનિધિ સદસ્ય શ્રી સરતાનભાઈ દેસાઈ સાથે FRCની બેઠકમાં ઉપસ્થિતિ.

રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના સદસ્ય તરીકે નિમણૂંક બાદ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા લોકપ્રિય ધારાસભ્યશ્રીઓ પાસેથી આશીર્વાદ અને શુભેચ્છાઓ પ્રાપ્ત.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના સદસ્ય તરીકે નિમણૂંક થયા બાદ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ના આશીર્વાદ મેળવ્યા. સાથે સાથે મારા મોટાભાઈ સમાન, માર્ગદર્શક અને વેજલપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર અને ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા દ્વારા પણ શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ.