સમાજજીવનના મારા કાર્યમાં સહુંથી વધું હૂંફ અને પ્રેરણા મળી હોય તો તે રાજકોટ નાગરિક સહકારી બેંક છે. જ્યાં મને લોકો સાથે અને લોકો માટે કામ કરવાનો ખુબ બહોળો અનુભવ અને માનવીય સંવેદના સમજવાની તક મળી, નાના માણસની આર્થિક જરૂરિયાત અને તેમાં તેને મદદરૂપ થવામાં નિમિત બનવાનો અવસર મને રાજકોટ નાગરિક સહકારી બેંક એ જ આપ્યો. આજે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા મહારત્ન કંપની એવી પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લી. માં ડિરેક્ટર તરીકે મારી નિમણૂંક કરવામાં આવી ત્યારે નાગરિક બેંકના શાખા વિકાસ સમિતિના સર્વે માન. સદસ્યશ્રી મનસુખભાઈ સભાણી, શ્રી બિપીનભાઇ શાહ, શ્રી વાય.બી. રાણા, શ્રી રણછોડભાઈ ભરવાડ, શ્રી રઘુવીરભાઈ રામાનુજ, શ્રી બકુલભાઈ ઠાકર, શ્રીમતી હીનાબેન ગાંધી, શ્રીમતી માધવીબેન શાહ અને DCM શ્રી વિક્રમસિંહ ડોડીયા, મેનેજર શ્રી હિરેનભાઈ જાદવ દ્વારા મારું અભિવાદન કરવામાં આવ્યું.
પરિવારજનો દ્વારા મળતું પ્રોત્સાહન વધુ સારું કાર્ય કરવા માટે પ્રેરણા અને શક્તિ આપતું હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *