આજ રોજ ભારતીય જનતા પાર્ટીના 46માં સ્થાપના દિવસ અને રામ નવમીના પાવન દિવસે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ માન. શ્રી હિતેન્દ્રસિંહ જી ચૌહાણ, વઢવાણ શહેર ભાજપ પ્રમુખશ્રી દેવાંગભાઈ રાવલ અને ગ્રામ્ય મંડળના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વસવેલીયાના અભિવાદન માટે વઢવાણ વિધાનસભા દ્વારા સક્રિય સભ્યોના સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના સદસ્ય તરીકે મારી નિમણૂંક થતા વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય અને માન. નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાજી અને માન. જીલ્લા ભાજપ પ્રમુખશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં મારું સન્માન કરવા બદલ સુરેન્દ્રનગર વિધાનસભા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત વઢવાણ વિધાનસભા પરિવારના સહું હોદ્દેદારશ્રી, વડીલો, મિત્રોનો પણ શુભેચ્છાઓ પાઠવવા બદલ અંતરમનથી આભાર માનું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *