ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના માન. કમિશ્નર શ્રી નવનાથ ગવ્હાણે સાહેબ અને ડેપ્યુટી કમિશ્નર માન. શ્રી અર્જુનભાઈ ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ. આ તકે ચર્ચા કરતા ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો બાબતે ઉપર સૂચનો કરવામાં આવેલ અને ભવિષ્યમાં પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં ફેડરેશનની ટીમ દ્વારા શહેરના પ્રશ્નોના નિરાકરણ બાબતે પૂર્ણ સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરેલ. આ પ્રસંગે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી નરેશભાઈ કેલા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ZFTI મહિલા વિંગના પ્રેસિડેન્ટ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા, ફેડરેશનના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ રાવલ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ સંઘવી અન્ય પદાધિકારીશ્રી જામભા ઝાલા, શ્રી પ્રકાશભાઈ રામાણી, ડો. નિહાર ગેડીયા, સુશીલભાઈ શાહ, શ્રી હમીરસિંહ પરમાર ડો. અક્ષય રાવલ, શ્રી અશ્વિનભાઈ પારેખ, શ્રી સંજયભાઈ પાટડિયા સહિત ઉપસ્થિત રહેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *