ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવનિયુક્ત ટીમના પદગ્રહણ સમારોહમાં ભારત સરકારમાં શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને સ્પોર્ટ્સ મંત્રાલયના માન. કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાજી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગરના માન. સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાજી, ગુજરાત સરકારમાં નાયબ મુખ્ય દંડક અને વઢવાણના માન. ધારાસભ્યશ્રી જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, માન. ધારાસભ્યશ્રી પી. કે. પરમાર, શ્રી યોગેશભાઈ બોક્ષા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ સોની, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી જયેશભાઈ ભૂત, શ્રી ધીરુભાઈ સિંધવ, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્યશ્રી ધનરાજભાઈ કેલા, સુરસાગર ડેરીના પૂર્વ ચેરમેન શ્રી બાબાભાઈ સભાડ, જિલ્લાના વિવિધ એસોસિએશનના પ્રમુખશ્રી તેમજ કારોબારી સદસ્યશ્રીઓ અને વેપાર ઉદ્યોગના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ડિસેમ્બર 2024માં આયોજીત થનાર “Global Zalawad 2024” ના લોગોનું અનાવરણ પણ માન. મનસુખભાઈ માંડવીયાજી વરદહસ્તે અને સર્વે ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *